અલવરના મહારાજાએ પોતાના અપમાનનો બદલો લેવા રોલ્સ રોયસ કારનો ઉપયોગ શેરીઓમાંથી કચરો એકઠો કરવા માટે કર્યો

HOW2DO
0
ભારતમા કોણે રોલ્સ રોયસ કારનો ઉપયોગ કચરો લેવામાં કર્યો હતો?

ભારતમા કોણે રોલ્સ રોયસ કારનો ઉપયોગ કચરો લેવામાં કર્યો હતો?

#rollsroycecartakinggarbage

મહારાજા જયસિંહને રોલ્સ રોયસના શોરૂમના સેલ્સમેન દ્વારા કરવામાં આવેલું અપમાન સહન ના થયું અને તેણે આ અપમાનનો બદલો લેવા માટે રોલ્સ રોયસના શોરૂમમાંથી બધી કાર ખરીદી લીધી અને પછી અલવર નગરપાલિકાને આદેશ આપ્યો કે આ કારનો ઉપયોગ અલવરની શેરીઓમાંથી કચરો એકઠો કરવા માટે કરવામાં આવે. 

rolls royce car taking garbage on street in india

ઘણાને ખબર નથી કે પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા 20,000 વધુ રોલ્સ રોયસ કાર  બનાવવામાં આવી હતી અને લગભગ 20% ભારતમાં મોકલવામાં આવી હતી. તે સમયે લગભગ 230 ભારતીય રાજાઓ (મહારાજાઓ) હતા અને ભારતમાં સરેરાશ 2000 જેટલી રોલ્સ રોયસ હતી. 

ભારતના રાજાઓ અને રોલ્સ રોયસની કારનું તે સમયે મજબૂત જોડાણ હતું. રોલ્સ રોયસની માલિકી એ ગર્વની વાત હતી. પરંતુ રાજસ્થાનના અલવરના એક પ્રખ્યાત રાજા અને રોલ્સ રોયસ કાર સાથે એક ગજબનો કિસ્સો બન્યો, આવો જાણીએ આ કિસ્સો શું હતો? 

1920માં અલવરના મહારાજા જયસિંહ એકવાર લંડનની શેરીઓમાં ફરતા હતા અને તે સામાન્ય પોશાકમાં (પહેરવેશમાં) હતા. રાજા જયસિંહ ફરતાં ફરતાં રોલ્સ રોયસના શોરૂમમાં ચાલ્યા ગયા અને ત્યારે આ શોરૂમમાં એક બ્રિટિશ (અંગ્રેજ) સેલ્સમેને મહારાજા જયસિંહનો પહેરવેશ જોઇ તેમનું અપમાન કર્યું કારણ કે તેને લાગતું હતું કે તે માત્ર એક સામાન્ય ગરીબ ભારતીય છે. 

Maharaj Jaysinh

રાજા જયસિંહ આ અપમાન સહન કરી શક્યા નહીં અને તે હોટલના રૂમમાં પાછા ફર્યા. પછી તેણે તેના નોકરોને શોરૂમ પર ફોન કરવા અને તેમને જણાવવા કહ્યું કે રાજસ્થાનનાં અલવર શહેરના રાજા તેમની થોડી કાર ખરીદવા ઇચ્છે છે. 

આ જાણી શોરૂમના તમામ સેલ્સમેન રાજાની મુલાકાતને માન આપવા માટે લાઇનમાં ઉભા હતા અને શોરૂમમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. પછી રાજાએ તેના શાહી પહેરવેશ (શાહી દેખાવ) સાથે શોરૂમની મુલાકાત લીધી અને તે સમયે શોરૂમમાં છ કાર હાજર હતી, રાજાએ એક સાથે તમામ છ કાર ખરીદી લીધી અને તેણે ડિલિવરી ચાર્જ સહિત સંપૂર્ણ રકમ રોકડમાં ચૂકવી દીધી. 

આ તમામ છ રોલ્સ રોયસ કાર ભારતમાં લાવવામાં આવી અને પછી રાજાએ મ્યુનિસિપાલિટીને આદેશ આપ્યો કે આ કારોનો ઉપયોગ શહેરના રસ્તાઓ સાફ કરવા માટે કરવામાં આવે. તેમણે તેમને આ કારોનો ઉપયોગ શહેરના દરેક ખૂણેથી કચરો એકઠો કરવા અને આ જ કચરો કારમાં ટ્રાન્સપોર્ટ કરવા માટે પણ કહ્યું. 

Who bought Rolls Royce to collect garbage?

થોડી જ વારમાં આ સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા અને નંબર વન કારની કંપની રોલ્સ રોયસ સંપૂર્ણ આઘાતમાં આવી ગઈ. તેમની પ્રતિષ્ઠા અને આવકમાં ઝડપથી ઘટાડો થયો. 

અને અંતે, રોલ્સ રોયસે ભારતીય રાજા જયસિંહને તેમના વર્તન બદલ માફી માંગતો ટેલિગ્રામ (સંદેશ) મોકલ્યો અને તેઓએ મફતમાં બીજી છ બ્રાન્ડ નવી કાર પણ ઓફર કરી. 

આ જાણી રાજાએ નગરપાલિકા અને અન્ય લોકોને કચરો એકઠો કરવા માટે રોલ્સ રોયસ કારનો ઉપયોગ કરવાનું બંધ કરવા કહ્યું અને તેમણે તેમની માફી પણ સ્વીકારી લીધી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top